હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે કાર 90 ટકા ઉપર બળી ગઈ હતી.