8 કેન્દ્રોમાં નોંધાયેલ 2018 પૈકી 1166 ઉમેદવારોએ આપી પરીક્ષામોરબી : મોરબીમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 852 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.કુલ 1166 ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની રાજ્ય સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર વર્ગ-3ની કુલ 300 પોસ્ટ પર ભરતી માટેની પ્રાથમિક કસોટીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી લેવામાં આવી હતી. મોરબી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના 33 જિલ્લામાં 1.85 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. રાજ્યના 745 પરીક્ષા કેન્દ્રોમાં રવિવારે સવારે 11થી 2 દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી. જેમાં મોરબી શહેરમાં 8 પરીક્ષા સેન્ટર હતા. જેમાં એસ.વી.પી. કન્યા વિદ્યાલય, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવયુગ વિદ્યાલય, ધી વી.સી. ટેક હાઇસ્કુલ, શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ, ઉમા વિદ્યા સંકુલ, નીલકંઠ વિદ્યાલય શાળાનો સમાવેશ થાય છે. આ કેન્દ્રોમાં 2018 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 1166 ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે 852 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા..