નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચનામોરબી : મોરબીના ઝીકીયારી ગામ પાસે આવેલા ઘોડાધ્રોઈ ડેમમાંથી આજે તારીખ 21 ડિસેમ્બરના રોજ રાત્રે 10 કલાકે પાણી છોડવામાં આવશે. જેથી આ ડેમ હેઠળ નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.ઘોડાધ્રોઈ ડેમ હાલ 61.79 ટકા ભરાયેલો છે. ડેમની હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી આજે રાત્રે 10 કલાકે ઘોડાધ્રોઈ ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવશે. જેના કારણે મોરબી તાલુકાના ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપર (મચ્છુ), રાપર, શાપર, જસમતગઢ, માળિયા (મિયાણા) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચિખલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને માલ ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે.