અન્ય બે શખ્સોના નામ ખુલતા શોધખોળ : રૂ.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જેહળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામની સિમમા ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય બે શખ્સોનુ નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસની ડી સ્ટાફની ટિમ હળવદ હાઇવે પેટ્રોલીંગમાં કરતી હોય ત્યારે શકિતનગર ગામની સિમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે લોખંડ ચોરી થતી હોવાની બાતમી મળતા દરોડો પાડતા વિપુલભાઇ કાળુભાઇ પરમાર રહે. શક્તિનગર તથા રાવતારામ સેરારામ બાના રહે. કેકડ (રાજસ્થાન)વાળાને ટ્રક અને રૂ.૨૦ લાખના લોખંડના સળિયા મળી કિ.રૂ.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે દિલીપભાઇ ઘનશ્યામભાઈ ભાટીયા રહે. શક્તિનગર તેમજ પ્રભુરામ હેમતારામ નહેરા રહે. બીસરણીયા (રાજસ્થાન)વાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, પી.એસ.આઈ. ડી.વી.કાનાણી, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા સિસોદીયા, પો.હેડ.કોન્સ દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડિયા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, લીંબાભાઇ હમીરભાઇ રબારી, પો.કોન્સ. મનોજભાઈ ગોપાલભાઈ પટેલ રોકાયેલ હતા.