પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક અને જાની વિવેકૠષિએ દ્વિતીય સ્થાન મેળવી મોરબી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યુંમોરબી : ગુજરાત સરકાર,શિક્ષણ વિભાગ,ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય, દ્વારકાના સંયુક્ત ઉપક્રમે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનાં સાનિધ્યમાં તા 16 થી 19 ડિસેમ્બર સુધી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પ.પૂ. માઁ શ્રી કનકેશ્વરી દેવીજી દ્વારા સ્થાપિત-સંચાલિત શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનનાં ૠષિકુમારોએ ભાગ લીધો હતો. તેમા-સંપૂર્ણ રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં ૠષિકુમાર પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી મોરબી જિલ્લા સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ૠષિકુમાર પંડ્યા હવે આગામી સમયમાં યોજાનારી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાં માટે કાશી ખાતે જશે. ૠષિકુમાર જાની વિવેકૠષિએ સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને પણ ગૌરવ વધાર્યું છે.આ બન્ને ૠષિકુમારોને પ.પૂ.માઁએ પ્રસન્નતા પૂર્વક આશીર્વાદ અર્પણ કર્યા છે તથા વિદ્યાલયના ગુરુજનો, સ્નેહીજનો, સંસ્કૃત અનુરાગીજનોએ પણ શુભેચ્છા પાઠવી છે.