જાતિ આધારિત જનગણના, રોસ્ટર આધારિત ભરતી, ગૌચરમાં દબાણ મામલે કલેકટર તંત્રને રજુઆત કરાઈhttps://youtu.be/C_13z_sBuac?si=UTlmtcCT0KlQx9o0મોરબી : મોરબીમાં આજે કોંગ્રેસ OBC પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં સ્વાભિમાન રેલી યોજવામાં આવી હતી. આ સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી વિવિધ મુદ્દે રજુઆત પણ કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ ઓબીસી પ્રદેશ પ્રમુખ રાજુભાઈ આહીરએ જણાવ્યું કે SC, ST, OBC અને માઈનોરિટીને થતા અન્યાય બંધ થાય. જાતિ આધારિત જનગણના કરવામાં આવે અને રોસ્ટર આધારિત ભરતી કરવામાં આવે. જેથી છેવાડાના રહેતા જરૂરિયાતમંદ પરિવારો પણ આગળ આવી સમાજના પ્રવાહમાં જોડાઈ શકે.