ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સોલંકી, સેક્રેટરી તરીકે મિતરાજસિંહ ગોહિલ અને ખજાનચી તરીકે હિતેશભાઈ કણજારીયા ચૂંટાયા હળવદ : હળવદમાં શુક્રવારે બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.જેમાં 85 માંથી 73 વકીલોએ મતદાન કર્યું હતું. સાંજે મત ગણતરી બાદ પ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન સોલંકી વિજેતા બન્યા હતા.હળવદ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં હતા.જેમા પટેલ શૈલેષભાઈ છગનભાઇને ૪૧ અને મહેતા બળદેવજી બાલાશંકરને ૩૧ મત મળ્યા હતા.જેથી શૈલેષભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે સોલંકી ગીતાબેન ઉકાભાઇને ૪૦ અને ગઢવી મેહુલકુમાર પ્રદીપદાનને 30 મત મળ્યા હતા જેથી ગીતાબેન સોલંકી વિજેતા જાહેર થયા હતા. સેક્રેટરીના પદ માટે મિતરાજસિંહ રાયમલભાઈ ગોહિલને 48 અને બળદેવજી બાલાસંકર મહેતાને 21 મત મળ્યા હતા.જેથી મિતરાજસિંહ ગોહિલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ખજાનચી પદના ઉમેદવાર તરીકે હિતેશ કણજારીયાને 44 અને મેહુલકુમાર ગઢવીને 27 મત મળ્યા હતા જેથી હિતેશભાઈ કણજરીયા વિજેતા જાહેર થયા હતા. હળવદ બાર એસોસિએશનની યોજાયેલી આ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી ભરતભાઈ દેવજીભાઈ ગણેશીયા તેમજ સહાયક ચૂંટણી અધિકારી તરીકે કાળુભાઈ ઘનશ્યામભાઈ કુરિયા રોકાયેલ હતા.