મોરબી : મોરબી તાલુકા કક્ષાનો ડીસેમ્બર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ને સવારનાં ૧૧:૦૦ કલાકે યોજવામાં આવશે. જેમાં રજુ થયેલ પ્રશ્નોને સબંધિત ખાતાના અધિકારી અને નાયબ કલેક્ટર સાંભળશે.તાલુકા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવે છે. ડીસેમ્બર માસના કાર્યક્રમ માટેનાં તાલુકા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદી તા.૦૧ થી તા.૧૦ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ પહોંચતા કરવા લોકોને જણાવાયુ છે. ૧૦ તારીખ પછી મળેલ અરજીઓ બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે. તેમ ગ્રામ્ય મામલતદાર એમ.ટી.ધનવાણીની યાદીમાં જણાવાયુ છે.