મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2024 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ આજ રોજ તારીખ 21 ડિસેમ્બરના રોજ મોરબીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.https://youtu.be/AizMjAXulSkમોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યું હતું કે, આજ રોજ વેજીટેબલ રોડ પર આવેલી પીજીવીસએલ કચેરીએથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીજ બચત અને વીજ સલામતીના બેનરો સાથે આ રેલી શનાળા સુધી પહોંચી હતી. ગ્રાહકોની અંદર વીજ સલામતી અને વીજ બચત અંગેની જાગૃતતા ફેલાય, અકસ્માતો ન થાય અને વીજળીનો ખોટો વ્યય ન થાય તે માટે આ રેલી યોજાઈ હતી. લોકો સલામતીથી વીજળી વાપરે અને ઘરની અંદર ઈએલસીબી ફીટ કરાવે તેવી અપીલ કરી હતી.