મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સારી આવક થઈ રહી છે પરંતુ ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ડુંગળીના સૌથી ઓછા ભાવ 100 રૂપિયા પ્રતિ મણ અને સૌથી ઉંચા ભાવ 400 સુધી બોલાયા છે. આજ રોજ તારીખ 21 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1875 ક્વિન્ટલ એટલે કે 9375 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1480 બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 64 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 667486, તલના 2356, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1100 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4420, બાજરાના 578, મગના 1300 રૂપિયા, ચણાના 1245 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 560 રૂપિયા, કોબીજના 280 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 400 રૂપિયા ભાવ બોલાયા છે.