મોરબી : લાલપર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 100 દિવસ કેમ્પેઈન અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસની સધન ટીબી નિર્મૂલન ઝુંબેશ અન્વયે લાલપર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા ડો. ધનસુખ અજાણા જિલ્લા ક્ષય અધિકારી અને ડો. રાધિકાબેન વડાવિયા મેડિકલ ઓફિસર અને દીપકભાઈ વ્યાસ સુપરવાઈઝર દ્વારા તમામ ગામોમાં આરોગ્યલક્ષી વિશેષ સેવાઓ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ટીબીના લક્ષણો ના હોય તો પણ ટીબીનું નિદાન જરૂરી છે અને જન- જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન સહિતની માહિતી આપવામાં આવી હતી.છેલ્લા પાંચ વર્ષમાં જેને ટીબી થયો હોય, ટીબીના દર્દીઓ સાથે સંપર્કમાં આવનાર ડાયાબિટીસના દર્દીઓ, 60 વર્ષથી મોટા વ્યક્તિઓ કુપોષિત વ્યક્તિઓને સ્ક્રીનીંગ કરવામાં આવે છે. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી અને PMJay, Abha કામગીરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.