ગ્લેઝ, એંગોબ અને સ્લેબ ટાઇલ્સ ઉત્પાદન માટે કાઓલીન અને બોલ ક્લે સહિતની કોસ્ટ નીચી લઈ આવતી પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માર્ગદર્શન અપાયું મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોને રો-મટિરિયલ્સની નવી પ્રોડક્ટ અંગે વાકેફ કરવા IMERYS દ્વારા ટેક સંપર્ક ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં અંદાજે 100 જેટલા ઉદ્યોગકારો તેમજ તેમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં IMERYSના એશિયા બિઝનેશ ડાયરેક્ટર તેમજ સેલ્સ અને ટેક્નિકલ ટિમે ગ્લેઝ, એંગોબ અને સ્લેબ ટાઇલ્સ ઉત્પાદન માટે કાઓલીન અને બોલ ક્લે સહિતની કોસ્ટ નીચી લઈ આવતી પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કંપનીની તમામ પ્રોડક્ટ સિરામિક ઉદ્યોગોમાં શુ ફાયદો કરાવે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ટેકનોલોજી લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે IMERYS ગ્લોબલ કંપની છે. જે અનેક દેશોમાં કાર્યરત છે. આ કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નડીયાદમાં પણ આવેલ છે. આ કંપનીની પ્રોડક્ટ સિરામિક ઉદ્યોગોની કોસ્ટ નીચે લઈ આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે. ___________________________________વધુ માહિતી માટે મો.નં.70937 06663___________________________________