મોરબી : SC/ST/OBC/માઈનોરિટીને પોતાના બંધારણીય હક્કો મળતે હેતુથી આજ રોજ મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 21 ડિસેમ્બર ને શનિવારે બપોરે 3 થી 4-30 કલાકે મોરબીના ભક્તિનગર સર્કલથી સુપર માર્કેટ, ગાંધી ચોક, નગર દરવાજા ચોક, પોસ્ટ ઓફિસ, શક્તિ ચોક, પાડા પુલ થઈ કલેક્ટર કચેરી સુધી વાહન રેલી યોજાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક અને કાર જોડાશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે જાતિ આધારિત જન ગણના, ઓબીસી આયોગને યોગ્ય બજેટ ફાળવણી, રોસ્ટર આધારિત ભરતી અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં વધારો કરવા સહિતની બાબતે આજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપવામાં આવશે.