મોરબી : આગામી તારીખ 22 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના એસપી રોડ પર આવેલા ધ વન અપ સોસાયટી, સુન્દરમ હાઈટ્સ 602 ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વાંસજાળીયા પરિવાર દ્વારા મહારક્તદાન કેમનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વર્ગસ્થ સાગર ચંદુભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે ચંદુભાઈ મોહનભાઈ વાંસજાળીયા તથા વાંસજાળીયા પરિવાર દ્વારા આ મહારક્તદાન કેમ્પ યોજાશે. જેમાં શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટનો સહયોગ મળી રહ્યો છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થનાર રક્ત રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમાં દર્દીઓને અર્પણ કરવામાં આવશે. તો આ મહારક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે વાંસજાળીયા પરિવાર તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.