છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીનીની પજવણી કરાતી હોવાની રાવ, પરિવારને જાણ થતાં કલાસીસે જઈ હોબાળો મચાવ્યો મોરબી : મોરબીમાં ક્લાસિસ ચલાવતા એક શિક્ષકે સામે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સિટી બી ડિવિઝન પીઆઇ વસાવાએ આપેલી માહિતિ અનુસાર મોરબીમાં ક્લાસિસ ચલાવતા શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી દ્વારા તેમના કલાસીસમાં ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીનીની છેલ્લા 15 દિવસથી છેડતી કરતા હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વિદ્યાર્થીનીનાં પરિવારને જાણ થતાં તેઓએ રોષે ભરાઈ કલાસીસ ખાતે દોડી જઇ હોબાળો મચાવ્યો હતો. શિક્ષક હાલ ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે.