ગુજરાત બેઠક ઉપર હરિફમાં કોઈએ ફોર્મ જ ન ભરતા બિનહરીફ જાહેર : માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારાના તાલે ઉજવણીhttps://youtu.be/jxQcC-p3VTMમોરબી : મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા છે. માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારાના તાલે સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ડીરેક્ટર પદની ચુંટણીમાં ગુજરાત બેઠકના ડીરેક્ટર પદ માટે મોરબી ખેડૂત અગ્રણી મગનભાઈ વડાવીયાએ ફોર્મ ભર્યું હતું. તા.17થી 20 સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી. જો કે ગુજરાત બેઠક માટે અન્ય કોઈ આગેવાને ફોર્મ જ ન ભરતા મગનભાઈ વડાવીયાનો બિનહરીફ વિજય થયો છે.કૃભકોના ડિરેક્ટર તરીકે સતત બીજી વખત મગનભાઈ વડાવીયાની વરણી થઈ છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ફટાકડા ફોડી ઢોલ નગરાના તાલે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ સહકારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે મગનભાઈ વડાવીયા ખેડૂતોના પ્રશ્ને હંમેશા આગળ રહે છે. સહકારી ક્ષેત્રના પ્રશ્નના સોલ્યુશન માટે તેઓ અગ્રેસર હોય છે. જેથી કૃભકોના ડિરેક્ટર તરીકે નિમણુંક થતા મોરબી સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ ઉજવણીમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, મનહરભાઈ બાવરવા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.