ટંકારા : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) મોરબી દ્વારા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ ખાતે હસ્તકલા સેતુ યોજના હેઠળ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા પાંચ દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમ ( કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્ર્મ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા કારીગરોને ભરતકામ ડીઝાઈનનો અભ્યાસ, ભરતકામમાં ઉપયોગમાં લેવાતા જુદા -જુદા પ્રકારના ટાંકા પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધન -સામગ્રી (ટુલકીટ) વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી, પ્રોડક્ટ મેજરમેન્ટ ટેકનિક, પ્રોડક્ટ ડ્રાફટિંગ ટેકનિક, પ્રોડક્ટ કટીંગ ટેકનિક,સ્ટોલ પર ભરતકામની જુદી- જુદી ડીઝાઈન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન કારીગરોને પ્રેકટીકલ પ્રોડકટ બનાવીને શિખવવામાં આવ્યું હતું, હસ્તકલાના કારીગરો દ્વારા તૈયાર કરેલા પ્રોડકટનું ગુણવતાના આધારે ગ્રેડિંગ કરીને તેને માર્કેટમાં મુકવા માટે કિંમત નક્કી કરી જેનાથી આગામી સમયમાં તેના વધારે ઓર્ડેર મળે તાલીમ દરમિયાન હસ્તકલાના કારીગરો પણ પોતાની આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા ઉદેશ્ય માટે તાલીમ વખતે જે શિખવા મળ્યું જેમાંથી તેઓ નવી- નવી ડીઝાઈન બનાવતા શિખ્યા છે.આ પાંચ દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાર્યક્ર્મ ( કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્ર્મ) દરમ્યાન ટંકારા તાલુકાના કાલ્યાણપર ગામના હસ્તકલાના 30 કારીગર બહેનો જોડાયા હતા, આ તાલીમમા EDII, DRDA ટંકારામાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.