પ્રમુખ તરીકે સંજય બી.ભાગિયા અને ઉપપ્રમુખ તરીકે રાહુલ ડી. ડાંગર ટંકારા : ટંકારા બાર એસો.ના તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય કોઈ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા આજે હોદેદારોના નામની સતાવાર જાહેરાત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારા બાર એસો.ના પ્રમુખ તરીકે સંજય બી.ભાગિયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડી. ડાંગર, સેકેટરી તરીકે અતુલ ત્રિવેદી, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકેશ વી.બારૈયા અને મહિલા રીપ્રેઝન્ટેટિવ તરીકે જોશના કે. ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો ઉપર વકીલો તરફથી અભિનંદનવર્ષા થઈ હતી.