મોરબી : મોરબીના લાલપર નજીક આજે રાત્રીના સમયે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેને પગલે અંદાજે 2 કિમિ લાંબો ટ્રાફિકજામ પણ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ડમ્પરે કારને પાછળથી ટક્કર મારતા કાર આગળની બાજુ ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારની આગળ અને પાછળની બાજુએ નુકસાન થયું છે. આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી છે કે કેમ તે અંગે કઈ માહિતી મળી શકી નથી.