મોરબી : આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવનાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી તેમજ GMERS મેડિકલ કોલેજ મોરબીની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પંચાયત મોરબીના સદસ્ય નયનભાઈ અઘારા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા પંચાયતના સદસ્ય કેતનભાઈ મારવાણીયા, રાજપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ મારવાણીયા, તેમજ ઉપસરપંચ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ આ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરી લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં રાજપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 36 યુનિટ બ્લડનું કલેક્શન થયું. આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના RCH ઓફિસર ડો. સંજય શાહ, એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. ડી. વી. બાવરવા, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો હીરલબેન સનારીયા, લેબ.ટેક.સેતાભાઈ, મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા, તેમજ પ્રા.આ.કેન્દ્ર રાજપરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી જતી.