બિઝનેસ કાર્નિવલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થ સંમેલન પણ યોજાશેમોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા વર્ષ 2015 થી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ મોરબીમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા નવમો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલા કેસર બાગ ખાતે તારીખ 25 ડિસેમ્બરના રોજ સવારે 7-30 થી 9 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં તુલસી પૂજન, તુલસી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તુલસી પ્રદર્શની, તુલસી રોપા/માંજર વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત બિઝનેસ કાર્નિવલનું પણ આયોજન તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કરાયું છે. જેમાં ધોરણ 9 થી 12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નિર્માણ, Ethical Economicl Ways of Business, કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન, નેટવર્કિંગ માટે યોગ્ય તક, કોમ્યુનિકેશન સ્કિલ, વાસ્તવિક વ્યાપારી વિશ્વને સમજવું જેવી માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત 25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 12-30 સુધી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે. જેમાં વર્ષ 2017 થી 2021 દરમિયાન એટલે કે શાળામાં ધોરણ 12 પૂર્ણ કરેલા પ્રથમ પાંચ બેચના સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાશે તેમ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા જણાવાયું છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news