પર્યાવરણ અને પ્રદુષણ બચાવવાનો મોરબીના ગેસ આધારિત સ્મશાન ગૃહનો ફળશ્રુતિ ભરેલો સફળ પ્રયત્નમોરબી : મોરબીમાં લીલાપર રોડ પર આવેલા શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગેસ આધારિત સ્મશાન ગૃહને 21 વર્ષ પૂર્ણ થયા. 21 વર્ષમાં 9000થી વધુ મૃતદેહોને અવલ મંજલે વિધિવત પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે.ત્યારે આ દરમ્યાન શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરીએ જણાવ્યું કે, લાકડાથી અગ્નિદાહ આપવાની પારંપરિક વર્ષો જૂની આપણી પ્રણાલીકાને ત્યાગી અને ઈલેક્ટ્રીક સ્મશાનની સ્થાપના કરવી તે એ સમયનો ક્રાંતિકારી વિચાર હતો. ત્યારે 2 થી 3 વખત આયોજનનો પ્રયાસ થયો હતો, પરંતુ કોઈ કારણો વસાત આગળ કાર્યવાહી થઈ શકી ન હતી.ઇલેક્ટ્રિક સ્મશાનની જરૂરિયાત પાછળનું સબળ કારણ માત્રને માત્ર એક જ હતું કે પર્યાવરણની રક્ષા કરવી તે માટે બને એટલો પ્રયત્ન કરવો હતું. સ્વ. મનુભાઈ પટેલ સમય વાળા અને ભરત ભાઈ કારિયા અને ચંદ્રકાન્ત દફતરી આ વિચારને લઈ અને રાજકોટ અને આજુબાજુના વિદ્યુત સ્મશાનની મુલાકાત લઈ અને મોરબીના તમામ જ્ઞાતિના વડીલો સાથે મિટિંગ કરી અને શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને વિદ્યુત સ્મશાનની કાર્યવાહી આગળ વધારી.શ્રી શાંતિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કારીયા, મંત્રી તરીકે ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી તરીકે સમીરભાઈ પંડિત અને ટ્રસ્ટીઓ તરીકે કરશનભાઈ આદ્રોજા, વેલજીભાઈ પટેલ, બેચરભાઈ હોથી, પરેશભાઈ પટેલ, દીલુભાભાઈ જાડેજા(જયદીપ), રાજુભાઈ દોશી, હસુભાઈ દોશી, ચંદુભાઈ પટેલ, ભાણજીભાઈ હીરાવાલા, એ. કે. પટેલ, કિરણભાઈ મહેશ્વરી અને પ્રમુખ મોરબી નગરપાલિકા આ ગેસ આધારિત સ્મશાનને વ્યવસ્થિત સંચાલન કરવામાં સહાય રૂપ થઇ રહ્યા છે.જમીન, ભઠી, અને બાંધકામ વિગેરેના નાના મોટા વિઘ્નોમાંથી પસાર થઈ મોરબીને એક વિદ્યુત સ્મશાન અર્પણ કરી શક્યા. એક બોડીને અગ્નિદાહ દેવા માટે ઓછામાં ઓછા 100 કિલો લાકડાની જરૂર પડે એ જોતા નવલાખ કિલો લાકડાનો આપણે બચાવ કરી શક્યા છીએ તે એક સંતોષ પ્રેરે તેવી ઘટના છે.વધુમાં તેમને કહ્યું કે, પ્રથમ ચારથી પાંચ વર્ષ સમગ્ર જનતાને સમજાવતા વાર લાગી હતી ત્યારે આપણને પૂરતા પ્રમાણમાં જનતાનો સહયોગ પ્રાપ્ત થતો ન હતો પરંતુ આજના સમય માં આપણે બીજી ભઠ્ઠી પણ કરવી પડી તે સમાજની જાગૃતિ બતાવે છે, 10 વર્ષથી ઇલેક્ટ્રિકમાંથી ગેસ આધારિત સ્મશાન કરી અને વીજળીનો પણ બચાવ કરી શક્યા છીએ. સમાજના સમૂહમાંથી જ્યારે કોઈ 10 – 15 લોકો ભેગા થઈ અને કોઈ હેતુ માટે ટ્રસ્ટની રચના કરે અને તેમાં કોઈ તનથી કોઈ મનથી કે કોઈ ધનથી સહયોગ કરે આ બધાની પાછળ એક અદ્રશ્ય શક્તિ રહેલી હોઈ છે તે 10 – 15 વ્યક્તિઓની ઉર્જા અને તેઓના પુણ્યનું બળ સાથે જોડાયેલા હોવાથી આવા વિરાટ કાર્ય સિદ્ધ થાય છે.જ્યારે સ્મશાન બનાવવાનો વિચાર અમલમાં મુકવાનો સમય આવ્યો ત્યારે રાજકોટના સ્ટાર આર્કિટેકના સુરેશભાઈ સંઘવીનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવી આ ઇમારત બનાવવામાં આવી. આજે બે દાયકા થઈ ગયા છતાં એવું જ લાગે કે હમણાં જ આ બિલ્ડીંગ બનાવવામાં આવેલા છે અને લાગે છે કે રીપેરીંગ નો એક પણ પૈસો ખર્ચ કરવામાં આવ્યો નથી આવું સુંદર બાંધકામ પણ આપણને પુણ્ય યોગ્ય પ્રાપ્ત થયું રીપેરીંગના ખર્ચને તો સૌ કોઈ પહોંચી શકે પરંતુ તેની પાછળ સમયની બરબાદી અને આવા જવાનો સમય કોઈની પાસે હોય નહીં જે આવી સુંદર ઇમારત બનવાથી આપણે બચાવી શક્યા,બે દાયકાની અંદર અંદાજે નવલાખથી વધુ લોકો આ સ્મશાનની અંદરમાં પોતાના સ્વજનને અંતિમ દર્શન કરવા આવી ચૂક્યા હશે, છતાં પણ આંખે ઉડી અને વળગે એવી વાત એ છે કે કેટલી સુંદર સાફ-સફાઈ, નીરવ શાંતિ, કોઈપણ જાતની સગા સંબંધીઓ દ્વારા કોઈ ફરિયાદ નહીં, આ બધું લોક સેવાને વરેલા ટ્રસ્ટીઓના સદભાગ્યથી આપણે જોઈ શક્યા છીએ,એ હકીકતની નોંધ લેવી જોઈએ કે આર્થિક અનુદાન મેળવવું એ જરૂર મુશ્કેલ બાબત છે પરંતુ અઘરું તો નથી જ આર્થિક મુશ્કેલીથી કોઈ પણ કામ અટકતું નથી. આજના આ જમાનામાં સમયનું દાન આપવું તે ખૂબ જ મોટી વાત ગણી શકાય. એક અવાજે કહી શકાય કે, અને ગર્વથી કહી શકીએ કે ભરતભાઈ કાંતિલાલ કારિયા જે રીતે આ સ્મશાનમાં જીણામાં ઝીણી વસ્તુઓમાં ઓતપ્રોત થઈ ગયા અને રોજ સવારે હાજરી આપવી, કર્મચારીઓની સાથે વાટાઘાટો કરવી, ડ્રાયવરો સાથે તાલ મેળ કરવો અવસાન થયુ હોઈ તેમના સ્વજનોના ફોન ના જવાબ આપવા તેમને જણાવેલા સમયે અંતિમ યાત્રા બસનું આયોજન ડ્રાયવર સાથે ફોલોઅપ લઈને કરવું, એટલું જ નહીં પરંતુ સ્મશાનમાં મેલડીની કૃપા હોવી જોઈએ તેવી તેમની અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને એક ભવ્ય મંદિરનું પણ સ્થાપન કરવામાં આવ્યું આ બધું કાર્ય સમયનો ભોગ આપ્યા સિવાય થાય જ નહીં. ભરતભાઈએ અને સર્વે ટ્રસ્ટીઓએ આ સંસ્થાને જે પાણી સિંચી અને છોડમાંથી મોટો વડલો બનાવ્યો છે. તાજેતરમાં સંસ્થાના કાર્યમાં યસ કલગીનું વધુ એક છોગું પણ ઉમેરાયુ અંતિમયાત્રા બસ રૂપિયા 21 લાખની તે પણ એક દાતા પાસેથી મેળવી અને તે દાતાને પ્રેરણા આપી અને ભરતભાઈ એ નોંધનીય કાર્ય કરેલ છે. આ અંતિમ યાત્રા બસના દાતા દિનેશભાઇ હસુભાઈ મહેતા ડી મહેતા એન્ડ કંપની મોરબી વાળાએ સમાજને ઉપયોગી એવું ઉદાહરણ રૂપ પગલું લઈ અને સમાજ સેવા નું અનોખું ઉદાહરણ પ્રસ્તુત કરેલ છેસમય જતા સ્ટાફને રહેવા માટેની જરૂરિયાત ઊભી થતા સમગ્ર ટ્રસ્ટીઓનો એક જ વિચાર હતો કે સ્ટાફને રહેવા માટે બે ક્વાર્ટર બનાવવા અને એક ઓફિસ બનાવવી અને સંસ્થાનો રેકોર્ડ સચવાય તે બિલ્ડીંગ પણ ભવ્ય રીતે પૂર્ણ થવા આવ્યું છે તે બિલ્ડીંગના મુખ્ય દાતા તરીકે ટ્રસ્ટી દિલુભાભાઈ જાડેજાના પ્રયત્ન થી સ્વ. ઉદયસિંહજી જાડેજા પરિવાર દ્વારા 25 લાખ જેવી માતબર રકમ આપી ઉદારતા દાખવી તે પણ વંદનીય કાર્ય છે. આ ઉપરાંત ચંદ્રકાંતભાઈ દફતરીએ કહ્યું કે, બધા ટ્રસ્ટીઓ પોતપોતાની અનુકૂળતા મુજબ સ્મશાને અવારનવાર માર્ગદર્શન આપવા આવતા રહે છે. અને આવા ટ્રસ્ટીઓની હૂંફથી આર્થિક ગુચ હોય ત્યારે પણ ઉકેલી શકાય છે પરંતુ ભરતભાઈનું કાર્ય રોજબરોજની કાર્યપદ્ધતિ અને ઓફિસ રેકોર્ડ અપ-ટુ-ડેટ રહે તે માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તે અજોડ છે તેની નોંધ જરૂર લેવી રહી.આ ગેસ આધારિત સ્મશાનને જોવા માટે રાજકોટથી પણ ઇલેક્ટ્રીક સ્મશાન વાળા...