વાહનોનું સઘન ચેકિંગ કરી નિયમોનો ભંગ કરતા 649 વાહનો સામે ચલણ ઇસ્યુ કર્યામોરબી : મોરબી જિલ્લામાં આરટીઓએ છેલ્લા 16 દિવસમાં સઘન વાહન ચેકીંગ કરી નિયમોનો ભંગ કરનાર 649 જેટલા વાહનોને 61.28 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરટીઓની યાદીમાં જણાવ્યા અનુસાર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તા.1થી 16 ડિસેમ્બર સુધીમાં જીલ્લામાં માર્ગ સલામતિને ધ્યાને રાખી મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા વાહનોના ચેકિંગની કામગીરી દરમિયાન 649 વાહનોને ચલણ ઈશ્યુ કરી 61.28 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. જેમાં ઓવરલોડના 150 કેસમાં 29.82 લાખ રૂપિયા, ઓવરડાયમેનશનના 55 કેસમાં 2.46 લાખ રૂપિયા, ફિટનેશ વિનાના 13 વાહનોમાં 0.65 લાખ, પરમિટ વિનાના 43 વાહનોમાં 0.43 લાખ, ડ્રાયવિંગ લાયસન્સ વિનાના 100 વાહનોમાં 3 લાખ, પિયુસી વગરના 65 વાહનોમાં 0.32 લાખ, મોટર વાહન ટેક્ષ વગરના 16 વાહનોમાં 5.15 લાખ, એલ.ઈ.ડી. લાઈટ લગાવેલ હોય તેવા 181 વાહનોમાં 10.86 લાખ, રોડ સેફ્ટીના ગુન્હામાં 201 વાહનોમાં 2.01 લાખ તેમજ અન્ય 29 કેસોમાં 6.59 લાખનો દંડ કરેલ છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news