રામ વિવાહ પ્રસંગની ઉજવણીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા વાંકાનેર : વાંકાનેરમાં શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા તારીખ 16 ડિસેમ્બરથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ધર્મમય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રામકથામાં રામ વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શ્રોતાઓ ઉમટ્યાં હતાં. આ રામકથામાં વક્તા શાસ્ત્રી કિશોર અદા પાઠક દ્વારા સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે સંતો મહંતો આમંત્રિતો, મહિલાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. આ દરમ્યાન શાસ્ત્રી કિશોર અદાએ જણાવ્યું હતું કે, નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષે કથાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ વર્ષે ભાગવત કથા, ત્યારબાદ શિવપુરાણ, તથા શ્રીમદ દેવીભાગવત તેમજ આ વખતે 16 ડિસેમ્બરથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન સફળ બનાવવા નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ વાંકાનેરનાં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news