યુવાન 12 કિલો ગાંજો બેંગકોકથી લઈ મુંબઇ એરપોર્ટ પહોચ્યો, બાદમાં અમદાવાદ સુધી બસમાં આવ્યો, ત્યાંથી મોરબી આવે તે પહેલાં જ પકડાઈ ગયોયુવાને આટલા મોટા જથ્થામાં ગાંજા સાથે બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પાર કઈ રીતે કર્યા તે પણ મોટો સવાલમોરબી : અમદાવાદ એરપોર્ટ પરથી બે દિવસ પૂર્વે જ અલગ અલગ બે ઓપરેશનમાં ડીઆરઆઈએ 15 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપી લીધા બાદ હવે વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે મોરબીના યોગેશ પટેલની ધરપકડ કરી છે. આ શખ્સ થાઈલેન્ડથી જથ્થો લઇ આવ્યાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ વટવા પોલીસે મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ટીવી9ના અહેવાલ મુજબ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર બે , જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન રવિ મોહન સૈની દ્વારા યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થો શોધી, નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા અને નશાકારક પદાર્થો શહેરમાં આવતા અટકાવવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ઝાલાની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં વાહન ચેકીંગ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પાસેથી, રોપડા ચેક પોસ્ટ ખાતેથી એક શંકાસ્પદ ઈસમને અટકાવી તપાસ કરતા આ શખ્સનું નામ યોગેશભાઈ રતિલાલ દસાડિયા જાતે પટેલ ઉવ. 30 રહે. નિત્યાનંદ પાર્ક, પંચાસર રોડ, મોરબી જી. મોરબી મૂળ રહે. જૂના સાદુળકા તા.જી. મોરબીના બે થેલામાં છુપાવેલો આશરે 12 કિલો ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવેલ હતો. જેની કિંમત રૂ. 3,59,91,000 જેવી થાય છે. વટવા પોલીસ દ્વારા મળેલ હકીકત આધારે આરોપી યોગેશભાઈ રતિલાલ દસાડિયાની ધરપકડ કરી હાઇબ્રિડ ગાંજો, આધાર કાર્ડ, થાઈ એરલાઇન્સ ફ્લાઇટ બેંગકોકથી મુંબઈની ટિકિટ, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વિવો કંપનીનો મોબાઇલ ફોન, બે ટ્રાવેલિંગ બેગ, સહિત કુલ કિંમત રૂ. 3,60,12,900/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી યોગેશ દસાડિયા નિધિ અને સાયલી નામની મહિલાઓ મળી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.યોગેશ રતિલાલ દસાડિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા પકડાયેલ આરોપી અગાઉ સિરામિકમાં કામ કરતો હોય તેની સાથે પુના મહારાષ્ટ્રની નિધિ નામની મહિલા કામ કરતી હતી, જેથી તેની સાથે સંપર્કમાં હતો. આ નિધિ દ્વારા તેને જણાવવામાં આવેલ કે, રૂપિયાની જરૂર હોય તો, વિદેશમાંથી પાર્સલ લાવી આપશો તો રૂ 70,000 એક ટ્રિપના મળશે. જેથી નિધિના કહેવાથી તે બેંગકોક ગયેલ હતો અને ત્યાંથી સાયલી નામની મહિલા દ્વારા પાર્સલ આપવામાં આવેલ અને મુંબઈ ઉતરી, નિધિ નો સંપર્ક કરતા અત્યારે પાર્સલ ગુજરાત લઈ જવા જણાવેલ હતું. જેથી મુંબઈથી ટ્રાવેલ્સ ની બસમાં અમદાવાદ આવી રોપડા ચેક પોસ્ટ નજીક ઉતરેલ અને અન્ય વાહનમાં મોરબી જવાનું હતું, ત્યારે પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.