મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2024 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાના જણાવ્યા પ્રમાણે તારીખ 16 થી 21 ડિસેમ્બર સુધી સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવામાં આવી રહી છે. જે નિમિત્તે તારીખ 21 ડિસેમ્બરે પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરી વીજ સલામતી બાબતે સામાન્ય જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ રેલી 21 ડિસેમ્બરે સવારે 9-30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ થઈ ગેંડા સર્કલ, મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ભક્તિ નગર સર્કલ સુધી જશે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news