ભૂગર્ભની 2079 અને લાઈટની 1735 સહિત કુલ 4625 ફરિયાદો : નાગરિકોને ઓનલાઇન ફરિયાદ નિકાલ સામે શંકા હોય તેવી સ્થતિમાં રૂબરૂ જ કરાતી ફરિયાદોમોરબી : સીરામીક નગરીની સાથે ધૂળિયા શહેરની ઉપમા ધરાવતા મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની કાયમી સમસ્યા અને ઠેર-ઠેર ગંદકીના ગંજ હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા હરહમેશ અગ્રીમ હરોળમાં આવી રહી છે ત્યારે છેલ્લા સાડાત્રણ મહિનામાં મોરબીમાં ભૂગર્ભ ગટર, લાઈટ અને સફાઈ સહિતની ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે, સાડાત્રણ મહિનામા ભૂગર્ભની 2079 અને લાઈટની 1735 સહિત કુલ 4625 ફરિયાદો નગર પાલિકાને મળી હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.વહીવટદાર શાસનમાં મોરબી નગરપાલિકામાં વિકાસકામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને ફરિયાદો ફુલ સ્પીડે નોંધાઈ રહી છે, મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટમાં રહી ગયેલ ક્ષતિઓને કારણે હાલમાં ભૂગર્ભ ગટર નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની હોય તેવી સ્થિતિમાં મોરબી શહેરમાં સપ્ટેમ્બર થી 16 ડિસેમ્બર સુધી એટલે કે છેલ્લા સાડાત્રણ મહિનામાં ભૂગર્ભ ચોકઅપ થવી, ઉભરાવી સહિતની કુલ 2079 ફરિયાદ મળી છે તે જોતા મોરબીમાં દરરોજની સરેરાશ ભૂગર્ભને લગતી જ 20થી વધુ ફરિયાદો નોંધાઈ રહી છે.આ ઉપરાંત મોરબી નગરપાલિકામાં છેલ્લા સાડાત્રણ મહિનાના સમયગાળા દરમિયાન સ્ટ્રીટ લાઈટ અંગેની 1735, ભૂગર્ભ ગટરના ઢાંકણાની 407, સફાઈ ન થતી હોવાની 349 અને પાણી ન આવતું હોવાની 55 ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, મોરબી નગરપાલિકામાં નોંધાતી મોટાભાગની ફરિયાદ લોકો ફોન કરીને અથવા તો રૂબરૂમાં જ નોંધાવી રહ્યા છે. નગરપાલિકામાં સૌથી વધુ ફરિયાદો ચોમાસા દરમ્યાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં નોંધાઈ હોવાનું પણ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે._______________________________________મોરબી નગરપાલિકામાં નોંધાયેલ ફરિયાદ_______________________________________● સપ્ટેમ્બર મહિનો ભૂગર્ભ -756 લાઈટ- 719 ભૂગર્ભ ઢાંકણા -138 સફાઈ - 97 પાણી -10_______________________________________● ઓક્ટોબર મહિનોભૂગર્ભ -606 લાઈટ- 561ભૂગર્ભ ઢાંકણા -119સફાઈ - 107પાણી -25_______________________________________● નવેમ્બર મહિનોભૂગર્ભ -465લાઈટ- 333ભૂગર્ભ ઢાંકણા -105સફાઈ - 88 પાણી -12_______________________________________● ડિસેમ્બર ( તા.16 સુધી)ભૂગર્ભ -252લાઈટ- 122ભૂગર્ભ ઢાંકણા -45સફાઈ - 57 પાણી -8_______________________________________● કુલ ભૂગર્ભ -2079લાઈટ- 1735ભૂગર્ભ ઢાંકણા -407સફાઈ - 349પાણી -55_______________________________________મોરબીમાં ઓનલાઇન ફરિયાદ ઉપર લોકોને ભરોસો નથીનગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનવા જઈ રહેલા મોરબી શહેરમાં ભૂગર્ભ અને સફાઈની સૌથી વધુ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વર્ષો જુના મહેકમ સાથે ચાલતી નગરપાલિકામાં આજના આધુનિક યુગમાં સરકારે ઓનલાઇન ફરિયાદ માટે પોર્ટલ સુવિધા આપી હોવા છતાં લોકોને ઓનલાઇન ફરિયાદનો ક્યારે નિકાલ થાય તેની સામે શંકાઓ રહેલી હોય મોટાભાગની ફરિયાદો લોકો રૂબરૂ અથવા પરિચિત કર્મચારીઓને ફોન મારફતે જ કરતા હોવાનું સામે આવ્યું છે. મોરબી નગર પાલિકાના પોર્ટલમાં મહિને સરેરાશ 5 થી 6 ફરિયાદ જ નોંધાતી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે._______________________________________પાલિકા પાસે ભૂગર્ભના ઢાંકણ જ નથીમોરબી શહેરમાં ભૂગર્ભની ફરિયાદોના મારા વચ્ચે છેલ્લા 15 દિવસથી પાલિકા પાસે ભૂગર્ભ ગટરના ઢાંકણ જ ન હોવાનું સામે આવ્યું છે, ભૂગર્ભના ઢાંકણ ન હોવાને કારણે શહેરમાં અનેક જગ્યાએ ખુલી કુંડીઓ જોવા મળે છે અને આ કુંડીઓમાં વાહન ચાલકો ખાબકી રહ્યા છે.આ અંગે પાલિકાના આઉટડોર વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નવેમ્બર માસમાં ઢાંકણા સપ્લાય કરતા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ પૂરો થયો છે અને હાલમાં નવા કોન્ટ્રાકટ માટે પ્રક્રિયા ચાલુ છે._______________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news