વાંકાનેર : વાંકાનેર-પલાસ-માથક રોડને પહોળો કરવાની રજૂઆત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ રસ્તાના કામને મંજૂરી આપી છે. જેમાં વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલા, વીડી જાંબુડિયા સુધીનો આશરે 24 કિલોમીટરનો રસ્તો 57 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે.મંજૂર કરાયેલા આ કામમાં 4.7 કિલોમીટરથી 20 કિલોમીટર સુધીનો રસ્તો કેરેઝ વેને 5.5 મીટરથી 7 મીટર પહોળો કરવામાં આવશે જ્યારે 20 કિલોમીટરથી 28.600 કિલોમીટરનો રસ્તો 3.75માંથી 7 મીટર પહોળો કરવામાં આવશે. સાથે જ આ રસ્તામાં આવતા નાળા પુલીયાને રીકન્સ્ટ્રક્શન અને જરૂરિયાત મુજબ પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે. રોડનું આ કામ મંજૂર થતાં ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.