હવે આ કૃતિ સાથે છાત્રો ઝોન કક્ષાએ અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશેટંકારા : પ્રેરણા સ્કૂલ મુકામે મોરબી જિલ્લાનો પ્રાથમિક/માધ્યમિક અને ઉત્તર માધ્યમિક તમામ તાલુકામાંથી પસંદ થયેલ કૃતિઓનો બાલ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયો હતો. જેમાં હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલે સ્માર્ટ ડસ્ટબીનની કૃતિ રજૂ કરી પ્રથમ વિભાગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. હવે હરબટીયાળી હાઇસ્કૂલ રાજ્યકક્ષા સુધી પહોંચવા માટે ઝોન કક્ષાએ ભાગ લેવા માટે જશે.આ તકે સ્માર્ટ ડસ્ટબિન કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લીધેલ ધો. 10 ના સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન બંને બાલ વૈજ્ઞાનિકો તથા કૃતિના માર્ગદર્શક એવા શાળાના જ્ઞાન સહાયક બહેન સંધ્યાબેન વરમોરાએ શાળાને અને ગામને ગૌરવ અપાવેલું છે. મોરબી જિલ્લા કક્ષાએ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓમાંથી ટંકારાની એકમાત્ર હરબટીયાળી હાઇસ્કૂલની પસંદગી થવા બદલ તમામને આચાર્ય આર. જે. મુછારાએ અભિનંદન પાઠવ્યા છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news