19 ડિસેમ્બર : સુંદર દરિયાકિનારા માટે પ્રખ્યાત ગોવાનો આજે સ્વતંત્રતા દિવસમહાભારતમાં ગોપરાષ્ટ્ર એટલે કે ગાય ચરાવનારાના દેશ તરીકે ગોવાનો ઉલ્લેખમોરબી : સમગ્ર વિશ્વમાં ગોવા સુંદર દરિયાકિનારા માટે જાણીતુ છે. અહીં પ્રત્યેક વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે. ભારતે વર્ષ 1947માં અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી પણ તે સમયે ગોવા ભારતનો ભાગ ન હતું. ગોવાને ભારતની સ્વતંત્રતાના 14 વર્ષ બાદ એટલે કે 19 ડિસેમ્બર, 1961ના રોજ પોર્ટુગીઝ પાસેથી સ્વતંત્રતા મળી હતી. આથી, આ દિવસને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ ગોવાને 30મી મે, 1987ના રોજ પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો. ________________________________________ગોવાનો ઈતિહાસમહાભારતમાં ગોવાનો ઉલ્લેખ ગોપરાષ્ટ્ર એટલે કે ગાય ચરાવનારાના દેશ તરીકે જોવા મળે છે. સંસ્કૃતના અનેક પુરાણોમાં ગોવાને ગોપકપુરી અને ગોપકપટ્ટન કહેવામાં આવેલું હતું.વર્ષ 1510માં પ્રથમ વખત પોર્ટુગીઝે ગોવા પર કબ્જો કર્યો અને ત્યારબાદ આશરે 450 વર્ષ સુધી તેમણે અહીં શાસન કરેલું. ગોવાની સ્વતંત્રતા માટે વર્ષ 1950થી જ પ્રદર્શનો શરૂ થયેલા. વર્ષ 1954માં ભારત સમર્થક ગોવાના સ્વતંત્રતા સેનાનીઓએ દાદર અને નગર હવેલીને મુક્ત કરાવી લીધી. ત્યારબાદ આંદોલને વધુ વેગ પકડેલો. વર્ષ 1955માં તો 3000થી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ ગોવાની આઝાદી માટે આંદોલન શરૂ કરી દીધું.આ સંજોગોમાં પોર્ટુગીઝની સેનાએ આંદોલનને દબાવી દેવા માટે હિંસાનો આશરો લીધો. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. તંગદિલી વધારે ઘેરી બનતા ભારતે પોર્ટુગીઝ સાથે તમામ રાજકીય સંબંધોને ખતમ કરી દીધેલા. આ ઉપરાંત, ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દો ઉઠાવ્યો. પણ ભારતને તેનાથી કોઈ જ ફાયદો થયો નહીં.પોર્ટુગીઝ એટલી સરળતાથી ગોવા છોડવા તૈયાર ન હતા. આ સંજોગોમાં ભારતે કડક વલણ અપનાવવું પડેલું. આ અગાઉ ભારતની સ્વતંત્રતા બાદ પોર્ટુગીઝને વિનંતી કરવામાં આવી હતી કે ગોવા સોંપી દેવામાં આવે, પણ તેમણે આ વિનંતીને નકારી દીધી. હવે ભારત પાસે ગોવાને સ્વતંત્રતા અપાવવા માટે બે માર્ગ હતા, પ્રથમ યુદ્ધ મારફતે ગોવા પર કબ્જો કરી લેવામાં આવે અથવા તો સત્યાગ્રહ મારફતે સ્વતંત્રતાની માગ કરવામાં આવે. છેવટે ભારતે સૈન્ય કાર્યવાહી કરવાની ફરજ પડી.________________________________________ડો. રામ મનોહર લોહિયાનું યોગદાનગોવાને સ્વતંત્રતા અપાવવામાં ડોક્ટર રામ મનોહર લોહિયાનું ઘણું મોટું યોગદાન રહ્યું હતું. વર્ષ 1946માં તેઓ ગોવા ગયા હતા, જ્યાં તેમણે જોયું કે પોર્ટુગીઝ તો અંગ્રેજોની માફક અત્યાચાર કરી રહ્યા છે. પ્રજા પરના અત્યાચારથી લોહિયાને ખૂબ જ દુખ થયું. તેમણે તાત્કાલિક 200 લોકોની સભા બોલાવી. જ્યારે પોર્ટુગીઝોને આ અંગે જાણ થઈ તો તેમણે લોહિયાને બે વર્ષ માટે કેદ કરી લીધા, પણ પ્રજાના આક્રોશને લીધે તેમને છોડી દેવા પડ્યા. જોકે લોહિયાને ગોવા આવવા પર પાંચ વર્ષ સુધી પ્રતિબંધ મુકી દીધો. તેમ છતાં તેઓ ગોવાની સ્વતંત્રતા માટે સતત લડાઈ લડતા રહ્યા.________________________________________'ઓપરેશન વિજય'વર્ષ 1961માં ભારત સરકારે તે સમયે પોર્ટુગીઝના અત્યાચારમાંથી ગોવાને સ્વતંત્ર કરાવવાનો દ્રઢ નિર્ણય કરી લીધો. નવેમ્બર મહિનામાં પોર્ટુગીઝ સૈનિકોએ ગોવાના માચ્છીમારો પર ફાયરિંગ કર્યું, આ ઘટનામાં એક માચ્છીમારનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ. ભારતના તે સમયના સંરક્ષણ પ્રધાન વી.કે.કૃષ્ણ મેનન અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને છેવટે 17 ડિસેમ્બરના રોજ નિર્ણય લેવામાં આવ્યો કે ગોવાને સ્વતંત્રતા અપાવવા માટે ત્યા 30 હજાર ભારતીય સૈનિકોને 'ઓપરેશન વિજય'હેઠળ મોકલવામાં આવે. આ ઓપરેશનમાં નૌકાદળથી લઈ વાયુસેના સુધી સૌનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ભારતીય સેનાની મજબૂતીને જોતા પોર્ટુગીઝના સૈનિકોએ 36 કલાકમાં જ આત્મસમર્પણ કરી દીધુ હતું અને ગોવા છોડવાનો નિર્ણય કર્યો હતો. 19 ડિસેમ્બર, 1961નો પોર્ટુગીઝના જનરલ મેન્યુઅલ એન્ટોનિયો વસાલો એ સિલ્વાએ આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યાં. આ રીતે ગોવા 450 વર્ષ બાદ પોર્ટુગીઝથી સ્વતંત્ર થયું અને ભારતનો એક અભિન્ન હિસ્સો બન્યું.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો.play.google.com/store/apps/details?id=com.morbiupdate.news