મોરબી : મોરબીના જુના બિલીયા ગામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ આગામી તારીખ 22 ડિસેમ્બર ને દશાંશ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજુભાઈ જે.ભટ્ટ, વાસુદેવભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ ડી. ભટ્ટ, જીતુભાઈ ડી. ભટ્ટ, લલીતભાઈ ડી. ભટ્ટ, શાસ્ત્રી હર્ષદિપ એલ. ભટ્ટ, અને બળવંતભાઈ વી.ભટ્ટ વગેરે દ્વારા સ્થાનિક રોકાણ કરી જપ ચાલુ કરવામાં આવ્યો છે અને સુરાપુરા આ દાદાનું સ્થાનક છે. તેનો પાકો આરસીસી હોલ બનાવવાના કામનો કોન્ટ્રાકટર આપી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે. સર્વાનુમતે 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર સુધી આ જગ્યાએ અનુષ્ઠાન ચાલુ કરવામાં આવ્યું છે. ભટ્ટ પરિવાર ગ્રૂપના કોઈપણ વ્યક્તિ આ અનુષ્ઠાન જપ યજ્ઞમાં આવી શકે છે અને 22 ડિસેમ્બર ને રવિવારે સવારે આ જ જગ્યામાં કરેલ જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે યોજાનાર હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ અને તેમના પત્ની જયશ્રીબેન દિનેશભાઈ ભટ્ટ સાતક બેસશે. તો આ પ્રસંગે ભટ્ટ પરિવાર ગ્રુપ અને બિલીયા સુરાપુરા દાદા પરિવાર ગ્રૂપ તેમજ તમામ ભટ્ટ પરિવારને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વૃક્ષારોપણ માટે નામ નોંધવાનું પણ ચાલુ છે.વ્યવસ્થાના ભાગ રૂપે મોડામાં મોડા 21 ડિસેમ્બર ને શનિવાર સાંજ સુધીમાં આવનાર સંખ્યાની જાણ રાજુભાઈ જે.ભટ્ટ (મો. 98242 39097) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (મો. 63512 07618) ને ફોનથી જાણ કરવા જણાવાયું છે.