ઈનામ વિતરણ અને હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : આગામી તારીખ 22 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબીનો સ્નેહમિલન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.મોરબીના લીલાપર-કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે 22 ડિસેમ્બરે બપોરે 3-30 કલાકેથી સ્નેહમિલન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. સાથે જ ખ્યાતનામ હાસ્ક કલાકાર સુખદેવ ધામલીયા (મોજડીવાળા) દ્વારા હાસ્યરસ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદસભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિતના સમાજના શ્રેષ્ઠીઓ હાજરી આપશે. ઝાલાવાડ સમાજમાંથી આવતા નવા દરેક સભ્યો સ્નેહમિલનમાં હાજરી આપી પોતાનું ફોર્મ ભરી સમાજના સભ્ય બની શકે છે. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ સાથે ભોજન લેશે. તો આ સમારોહમાં હાજરી આપવા ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ- મોરબીના પરિવારજનોને પધારવા પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલા દ્વારા જણાવાયું છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news