રાજ્ય સરકારે અનાજ ઉપરની સબસીડી પાછી ખેંચતા વિદ્યાર્થીઓમાં રોષ પ્રગટ્યો હતો, વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ શરૂ કરતા નવનિર્માણ આંદોલન શરૂ થઈ ગયુ, તે સમયે મુખ્યમંત્રી ચીમનલાલને રાજીનામુ આપવું પડ્યું અને ગુજરાત વિધાનસભાનું વિસર્જન થઈ રાષ્ટ્રપતિ સાશન લાદવામાં આવ્યુંમોરબીનાએ 40 વિદ્યાર્થીઓએ મેશમાં તોડફોડ કરી નવનિર્માણ આંદોલનના પાયા નાખ્યા હતા, આ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા હતા અને કોલેજ બંધ થઈ ગઈ હતી : આંદોલન રાજ્યભરમાં એટલું ઉગ્ર બન્યું કે 108 લોકોના મોત અને 8 હજારથી વધુ લોકોની ધરપકડ પણ થઈ હતીમોરબી : મોરબીથી એક આંદોલન એવું પણ થયું છે. જેને સરકારના પાયા હલબલાવી નાખ્યા હતા. આ આંદોલન આજથી 50 વર્ષ પૂર્વે એટલે કે 20 ડિસેમ્બર 1973માં શરૂ થયું હતું. જેનું નામ છે નવનિર્માણ આંદોલન. આ આંદોલન સરકારે અનાજની સબસીડી પાછી ખેંચી તેની સામે થયું હતું. જેનું પરિણામ એ આવ્યું કે આખી સરકાર ઉથલી ગઈ હતી. મોરબી એબીવીપીના પ્રમુખ સંજયભાઈ વીરડિયા આ અંગે વિગતો આપતા જણાવે છે કેમોરબી એલઇ કોલેજના 40 વિદ્યાર્થીઓ દ્વારા ભોજન બિલમાં 20 ટકાનો વધારો કરવામાં આવતા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં આ વિદ્યાર્થીઓએ મેશમાં તોડફોડ કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. આ વિરોધનો તણખો અમદાવાદમાં અગ્નિ બનવા જઈ રહ્યો હતો. 19 ડિસેમ્બર 1973ના રોજ અમદાવાદની જાણીતી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ ભોજન બિલમાં 20 ટકાનો તોતિંગ વધારો ઝિંકાયાના વિરોધમાં વિદ્યાર્થીઓ ટોળે વળવા લાગ્યા. સત્તાધિશો દ્વારા જ્યારે વિદ્યાર્થીઓને ગણકારવામાં ન આવ્યા ત્યારા આંદોલન હિંસક બનવા લાગ્યું. પીડબ્લ્યૂડીના સ્ટોરને આંગ ચાંપી દેવાઈ. ત્યારબાદ કેન્ટિન પણ આ વિરોધનો ભોગ બની અને તેને પણ આગના હવાલે કરાઈ. વિદ્યાર્થીઓનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેઓ હોસ્ટેલના રેક્ટરને પણ મારવા દોડયા. રેક્ટર ત્યારે પરિવાર સાથે જીવ બચાવીને નાસી ગયા પણ રેક્ટરના ઘર અને માલસામાનને તોડફોડ કરીને આગ ચાંપી દેવાઈ. ત્યારબાદ પોલીસ આવી અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો. કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. આ વિરોધની અસર અમદાવાદની અન્ય કોલેજોમાં પણ જોવા મળી. ગુજરાત યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરાઈ. તેના પગલે ફરીથી પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસના આવા વલણનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા મોટા રેલીનું આયોજન કરવામાં આવ્યું. 1500થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા મોંઘવારી મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે રેલી કઢાઈ. તેઓ ગુજરાત યુનિવર્સિટથી રેલી કાઢીને નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. પોલીસ સ્ટેશન પણ વિદ્યાર્થીઓએ માથે લીધું. 22 કલાકના સંઘર્ષ અને વિરોધ બાદ આખરે પોલીસે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતા. વિદ્યાર્થીઓના રોષની સાથે પ્રોફેસર્સ, વકીલો અને શિક્ષકોના મનમાં ઘરબાઈ રહેલો વિરોધનો ચરુ પણ ફાટી પડયો. તેઓ પણ વિદ્યાર્થીઓ સાથે વિરોધપ્રદર્શનોમાં જોડાવા લાગ્યા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હોસ્ટેલોના ભોજન બિલમાં મોંઘવારી સામે જ સંઘર્ષ શરૂ કર્યો હતો પણ સામાન્ય લોકો તેમની સાથે જોડાયા અને સ્થિતિ બદલાવા લાગી. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું જે સફળ રહ્યું અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળતા વિદ્યાર્થીઓ અને પ્રજા જુસ્સામાં આવી ગયા. ત્યારબાદ વડોદરા અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારના વિરોધ વંટોળ શરૂ થવા લાગ્યા. ત્યારબાદ અમદાવાદ ખાતે મનીષી જાનીના પ્રમુખ પદે નવનિર્માણ સમિતિની રચના થઈ અને સમગ્ર આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવી. 25 જાન્યુઆરીના રોજ ફરીથી અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું. તે વખતે વિદ્યાર્થીઓને અટકાવવા માટે મિસા કાયદા હેઠળ તેમની ધરપકડ શરૂ કરવામાં આવી. આ મુદ્દે ગુસ્સે થયેલા લોકો દ્વારા 68 બસો હાઈજેક કરવામાં આવી અને બસોમાં રેલીઓ કાઢવામાં આવી. આ રેલીઓમાં માનવમહેરામણ ઉમટી પડયો અને આંદલોનની ઉગ્રતા વધવા લાગી. અમદાવાદમાં આંદોલન એ હદે ઉગ્ર બની ગયું હતું કે, સમગ્ર રાજ્યમાં તેના પડઘાં પડી રહ્યા હતા. 25 જાન્યુઆરીના આંદોલનમાં 33 શહેરોમાં પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. તેના કારણે પોલીસ અને સરકાર વધારે એક્શનમાં આવ્યા. 44 શહેરો અને નગરોમાં સંચારબંદી લાગુ કરવામાં આવી. ત્યારબાદ પણ સ્થિતિ થાળે ન પડતાં 28 જાન્યુઆરી 1974ના રોજ અમદાવાદ ખાતે લશ્કરની ટુકડીઓ ઉતારવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં સાબદી કરવામાં આવી. પ્રજાનો રોષ તેના કારણે દેશવ્યાપી થવા લાગ્યો. આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે, આંદોલનને પગલે 9 ફેબ્રુઆરીના રોજ ચીમનભાઈ પટેલ પાસેથી રાજીનામુ માગી લેવાયું. ત્યારબાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. વિધાનસભા પણ વિખેરી નાખવામાં આવી. 16 માર્ચના રોજ વિધાનસભા વિખેરી નાખવામાં આવતા આ આંદોલનનો અંત આવ્યો હતો. ____________________________________આંદોલનનો સમગ્ર ઘટનાક્રમ ____________________________________ડિસેમ્બર 1973 મોરબી એન્જીનીયરીંગ કોલેજમાં, વિદ્યાર્થીઓએ મેસમાં ફૂડ ફીમાં વધારા સામે વિરોધ, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ અને લેબોરેટરીના ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું____________________________________20 ડિસેમ્બર 1973મોરબીની એલઇ કોલેજમાં કુલ 40 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોલેજ અનિશ્ચિત સમય માટે બંધ, અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ભોજનની ફીમાં 20% વધારાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા.____________________________________3 જાન્યુઆરી 1974ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ જ પ્રકારની હડતાલનું આયોજન કરવામાં આવ્યું પરિણામે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ પર ટીયરગેસના અનેક રાઉન્ડ છોડવામાં આવ્યા હતા અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. રાત્રે કુલ 326 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાઓ અને કોલેજોમાં ત્રણ દિવસીય બંધનું એલાન કર્યું____________________________________7 જાન્યુઆરી 1974શૈક્ષણિક સંસ્થાઓમાં અનિશ્ચિત હડતાળ શરૂ થઈ 10 જાન્યુઆરી 1974શ્રમજીવી સમિતિ, ખાનગી ક્ષેત્રો અને સરકારી કચેરીઓના 62...