નવજીવન વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યોમોરબી : તારીખ 27 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોરબીના 3 વિદ્યાર્થીઓએ ભાગ લઈને મોરબી જિલ્લાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.હોંગકોંગ ખાતે યોજાયેલી ટેકવોન્ડો રમતમાં 1200 જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સરકારે મોરબીમાં આવેલી નવજીવન વિદ્યાલય તથા ન્યૂ એરા સ્કૂલના 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી થયેલા ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મોરબીને ટેકવોન્ડોની રમતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ માટે શાળા સંચાલક હાર્દિકભાઈ પાડલિયા તથા મોરબી જિલ્લાના રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ડી.બી. પાડલિયાએ આ ત્રણેય બાળકોને રૂબરૂ મળી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________