ગુવારના ભાવ 1600 રૂપિયા પ્રતિમણે પહોંચ્યા, સુક્કી ડુંગળીના ભાવમાં કડાકો2340 ક્વિન્ટલ કપાસની આવક, ભાવ 1471 પ્રતિ મણ સુધી બોલાયામોરબી : આજ રોજ તારીખ 18 ડિસેમ્બરે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, અડદ, ચણા, સોયાબીન સહિતના પાકોની આવક થઈ છે. આજ રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2340 ક્વિન્ટલ એટલે કે 11700 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1471 બોલાયા છે. તો આ તરફ ગુવારના ભાવમાં વધારો થયો છે તો સુક્કી ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 214 ક્વિન્ટલ ઘઉની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 720, તલના 2364, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1124 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4450, બાજરાના 620, જુવારના 768, મગના 1569, અડદના 1554, ચણાના 1200, અને સોયાબીનના 773 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 340 રૂપિયા અને સુક્કી ડુંગળીના 400 રૂપિયા ભાવ બોલાયા છે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________