ધારાસભ્યના ફોટો સાથે ઘરેબેઠા કામ કરવાની ઓફર આપતી પોસ્ટ છેતરપીંડી કરવાનો નવો કીમિયો હોવાની પણ શકયતા : ધારાસભ્યે પોલીસને કરી જાણhttps://youtube.com/shorts/ODrVvFQlEyk?feature=share મોરબી : મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. આવી ધારાસભ્ય કાંતિલાલના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ છેતરપીંડી કરવાનો નવો કીમિયો હોવાની પણ શકયતા દેખાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અનેક ફેસબુક ગ્રુપમાં મહેશ પટેલ અને જ્યોતિ પરમાર નામના આઇડીમાંથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. ઘરેથી કામ કરો ફકત જિલ્લાનું નામ વોટ્સએપ કરો આ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આવી જ રીતે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના ફોટો સાથેની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં આપેલા નંબર કોઈ હિન્દી ભાષી વ્યક્તિના છે. જેઓ ફોન ઉપર વધુ કોઈ વાત કરતા નથી. તમામ લોકોને વોટ્સએપમાં મેસેજ મોકલો, એટલે ડિટેઇલ મોકલવામાં આવશે તેવો જવાબ આપે છે. આમ હાલની સ્થિતિએ જોબ પ્લેસમેન્ટના નામે આ છેતરપીંડીનો કીમિયો હોવાનું જણાય આવે છે.આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મને થોડી વાર પહેલા આ વાત જાણવા મળી છે. મેં એસપીને કહીને સાયબર ક્રાઇમમાં જાણ કરી છે. પોલીસ તુરંત પગલાં લઈ મારા નામે સોશિયલ મીડિયામાં મુકનાર શખ્સને પકડે તે અંગે કહ્યું છે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________