મોરબી : વિપશ્યના સાધક સમિતિ-મોરબી આયોજિત તથા રાજકોટ વિપશ્યના કેન્દ્ર ધમકોટના ઉપક્રમે આગામી તારીખ 22 ડિસેમ્બર ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા એક્સપોર્ટના બીજા માળે ડોલ્સ એન્ડ ડ્યુડસ સ્કૂલ ખાતે વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં વિપશ્યના સાધના શું છે? તેની થિયોરેટીકલ સમજ આપવા માટે સૌરાષ્ટ્ર વિપશ્યના આચાર્ય રાજેશભાઈ મહેતા રાજકોટ કેન્દ્રથી હાજરી આપશે. આ કાર્યક્રમમાં વિપશ્યના સાધનાનું પહેલું ચરણ આનાપાન ધ્યાન પ્રશિક્ષણ આપવામાં આવશે. વિપશ્યના ધ્યાન થકી દૈનિક જીવનમાં અઢળક લાભો પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે ક્રોધ, ભય, ચિંતા,વ્યસન, વ્યાકુળતામાંથી ક્રમશ: મુક્તિ મળે છે. માનસિક તણાવ,બેચેનીથી મુક્તિ મળે છે. મનની વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થાય છે. વર્તમાન પ્રત્યે જાગૃતિ આવે છે. મન પર નિયંત્રણ લાવી શકાય છે. ચરિત્ર નિર્માણ કરી શકાય છે. આત્મ મંગલની સાથે સર્વ મંગલ થાય છે. વિપશ્યના સાધના ભારતની અત્યંત પુરાતન સાધના વિધિ છે. તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને બિનસાંપ્રદાયિક સાધના છે. તે શું છે અને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ માટે પરિચય કાર્યક્રમનું આ આયોજન છે. 18 વર્ષથી ઉપરના સ્ત્રી, પુરુષ સહ પરિવાર આમંત્રિત અને આવકાર્ય છે. તો મોરબી શહેરમાં આયોજિત આ કાર્યક્રમમાં પધારવા સૌને વિપશ્યના સાધક સમિતિ- મોરબી, ડો. વી.સી. કાતરીયા, ડો, હેમાબેન પટેલ (સદભાવના હોસ્પિટલ), એમ.જે. શેઠ, અરવિંદભાઈ પટેલ અને રાજકોટ વિપશ્યના કેન્દ્ર ધમકોટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. રજિસ્ટ્રેશન બપોરે 3 થી 4 કલાક દરમિયાન થશે. માહિતી અને રજિસ્ટ્રેશન માટે હસમુખભાઈ પાડલીયા- મો.નં. 9925726611, શૈલેષભાઈ કાલરિયા- મો.નં. 9825643623, નરેન્દ્રભાઈ અઘારા- મો.નં. 9909744344, રૂપલબેન શાહ- મો.નં. 9979383797, વિરલબેન આચાર્ય- મો.નં. 9909114584નો સંપર્ક કરવા જણાવાયું છે.https://drive.google.com/file/d/1PI1VYYa9dCfYB7UZXUIPKLKagAklH_tv/view__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________