પાણીની પાઇપલાઇનના સમારકામ કરવાનું હોવાથી જુના મોરબી વિસ્તારમાં પાણી નહીં આવે, સામાકાંઠે પાણી અનિયમિત રહેશેમોરબી : મોરબીમાં પાણીની પાઇપલાઇનની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે બુધવારે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જુના મોરબી વિસ્તારમાં સંપૂર્ણ કાપ જ્યારે સામાકાંઠે પાણી વિતરણ અનિયમિત રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાન પાસે પાણીની લાઈન તૂટી ગઈ હોય જેનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આવતીકાલે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરબારગઢથી ગ્રીન ચોક, દાણાપીઠમાં લોહાણાપરા, વાઘપરા, વજેપર, બોરીચાવાસ, મકરાણી વાસ, ભવાની ચોક, લખધીરવાસ ચોક, સૂરજબાગમાં મહેન્દ્રપરા, માધાપર, નાગર પ્લોટ, નહેરુ ગેટ વિસ્તાર સહિતના જુના મોરબી વિસ્તારમાં પાણી વિતરણ આવતીકાલે તા. 18ના રોજ એક દિવસ બંધ રાખવામાં આવશે. જ્યારે સામાકાંઠે તેમજ સરદારબાગ પાસેના વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રહેશે.