હળવદના ટીડીઓ મેહુલકુમાર સિંધવને ધોલેરા ટીડીઓ તરીકે મૂકાયાહળવદ : ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજ રોજ એક સાથે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં હળવદ તાલુકા વિકાસ અધિકારીની પણ બદલી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે કરેલા આદેશ મુજબ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.