મોરબી : મોરબીના જાગૃત નાગરિક પી.પી. જોષીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા અંગે જણાવ્યું છે.પી.પી. જોષીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી-માળિયા અને હળવદમાં મામલતદારની જગ્યા ખાલી છે. જે તાત્કાલિક ભરવી જરૂરી છે. કેમ કે હાલમાં નાયબ મામલતદારો ચાર્જમાં હોય નીતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને પ્રજા હેરાન પરેશાન થાય છે. તાલુકાના મુખ્ય અધિકારી એવા મામલતદારની જગ્યા ખાલી હોય અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. હાલમાં પ્રજાના ઘણા કામો મોરબી, હળવદ અને માળિયામાં સમયસર થતાં નથી. મોરબી જિલ્લો બન્યો પરંતુ ખાલી જગ્યાને કારણે કોઈ પ્રજાને સુવિધા મળતી નથી અને બની અનુભવીને મામલતદારનો ચાર્જ આપી ગાડુ ગબડાવે છે. તેથી તાત્કાલિક ત્રણેય તાલુકામાં મામલતદારની જગ્યા ભરવા વિનંતી કરવામાં આવી છે.