મોરબી : મોરબીમાં સામાકાંઠે વીસીપરામાં એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.1.05 લાખની કિંમતના 156 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા ઉ.વ ૩૧ ધંધો મજુરી રહે. મોરબી, વીસીપરા, રણછોડનગર, જલારામ પાર્ક પાછળવાળાએ તેના ભાડાના રહેણાક મકાનમા દારૂનો સંગ્રહ કર્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ઓલ સીઝનની 108 બોટલ કિંમત રૂ.75,060, મેકડોલ્સ નં-1ની 24 બોટલ કિંમત રૂ.13,488, રોયલ ચેલેન્જ ફાઇન રીસર્વ વ્હીસ્કીની 24 બોટલ કિંમત રૂ.16,704 મળી કુલ રૂ.1,05,252ની કિંમતના વિદેશી દારૂ સાથે શખ્સને પકડી પાડ્યો છે. આ કામગીરીમાં પો.ઇન્સ એન.એ.વસાવા, પો.સ.ઈ બી.એ. ગઢવી, પો.હે.કો. જગદીશભાઈ ડાંગર, પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, સંજયભાઇ રાઠોડ, મનોજભાઇ ગઢવી, સજપાલસિંહ જાડેજા, પ્રિયંકાબેન પૈજા, રાજેશભાઈ વૈષ્ણવ રોકાયેલ હતા.