મોરબી : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલના સહયોગથી રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદીર દ્વારા ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંગેની જનજાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનપર વિસ્તારના લોકોમાં તમાંકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સાના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે ગંભીર રોગો બાબતે જાગૃતતા લાવવામાં આવી હતી. જેમા ૧,૨,૩, નંબર આવતા વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાનપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને ટીમ ખાનપરના CHO ક્રિષ્ના જી. જમોડ MPHW, FHW એ ખુબજ જહેમત ઉઠાવેલ હતી. અંતે શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં તમામ શિક્ષકો તથાં આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.