મોરબી : વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંદિપસિંહ જાડેજા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે. ત્યારે પોતાના જન્મદિવસ ની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં સંદેશ આપવાના હેતુ વિવિધ કાર્યક્રમો યોજાઈ છે. ત્યારે આ નિમિતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 65 મોરબી માળિયા વિધાનસભા લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજરી આપી હતી. આ રક્તદાન કેમ્પમાં 20 બોટલનું રક્તદાન થયું હતું. ત્યારે બાદ શહેરની મધ્યમાં આવેલા સરદારબાગ ખાતે વુક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળાના બાળકો સાથે નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.