શહેર ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા દર્દીઓને ફ્રુટ અને સાલ વિતરણ, ગૌશાળામાં ગાયોને નીરણ અર્પણ કરાયુંહળવદ : હળવદમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના જન્મદિવસની આજે સેવાકાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા આજે વિવિધ સેવાકિય કાર્યો કર્યા હતા. હળવદ- ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય અને સફળ ઉદ્યોગપતિ એવા પ્રકાશભાઈ વરમોરાનો જન્મદિવસ છે. પ્રજા અને પક્ષના કાર્યકરોમાં આદરભર્યું સ્થાન ધરાવતા એવા ધારાસભ્યના આજે જન્મદિવસે તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. વધુમાં હળવદ શહેર ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી નારાયણને ફ્રૂટ વિતરણ અને ગરમ સાલ ઓઢાડવામાં આવી હતી. ત્યારબાદ હળવદ ખાતે આવેલ શ્રીરામ ગૌશાળા ખાતે બીમાર અશક્ત ગૌમાતાને નીરણ અર્પણ કરી અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.