મોરબી : ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ- મોરબીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડિકલ ઓફિસર ડો. ફાતીમા અમીન અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના પીપળી ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના વિસ્તારના લોકોમાં તમાકુથી થતા રોગો જેવા કે કેન્સર, ફેફ્સાના રોગો, સ્ટોર્ક, COPD વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે પીપળી પ્રાથમિક શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીપળી પ્રાથમિક શાળાના આચાર્ય બાલાસરા સાહેબ તેમજ શિક્ષકો અને ટીમ રંગપરના CHO સુનિલભાઈ લઢેર MPHW FHW એ ખુબજ જહેમત ઉઠાવી હતી.