21 ડિસેમ્બરે નંદીઘરના નિર્માણ અર્થે યોજાશે ભવ્ય લોકડાયરોમોરબી : મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર પશુ-પક્ષીઓની સારવાર કરી રહ્યું છે. ત્યારે આ સંસ્થા દ્વારા આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ પશુ-પક્ષીઓ માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ દવાખાનાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નંદી મહારાજ માટે નંદીઘરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ નંદી ઘરના લાભાર્થે આગામી તારીખ 21 ડિસેમ્બરના રોજ મોરબીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરાના આયોજન અંગે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં 200થી વધુ સ્વંયસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા.21 ડિસેમ્બરના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સાથે અન્ય કલાકારો વેગડ સાઉન્ડના સથવારે ભજન અને સંતવણીની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમની કોઈ પણ માહિતી મેળવવા માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.