મોરબી : મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)માં નોંધાયેલા સભ્યોના 1000 થી વધુ કુટુંબીજનોનું જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો હતો. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મોરબીના જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ.હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર)ની ઈચ્છા હતી કે આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવામાં આવે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ,મનોજભાઈ અને પુનીતભાઈએ પૂરી કરી. અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના સહયોગથી ગત રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન થયું હતું.અને આ તકે 1000 થી વધુ કુટુંબીજનોએ , બધાજ જ્ઞાતિજનો વરિષ્ઠો,યુવાનો, બાળકોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. તેમ જ્ઞાતિ પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદી જણાવે છે