મોરબી : મોરબી ડિસ્ટ્રીક પોસ્ટલ પેન્શનર્સનું પાંચમુ સહ પરિવાર સ્નેહ મિલન શ્રી યજ્ઞેશ્વર મહાદેવના સાનિધ્યમાં તારીખ 15 ડિસેમ્બર ને રવિવારના રોજ યોજાયું હતું. આ સ્નેહ મિલનમાં બહોળી સંખ્યામાં મોરબી, વાંકાનેર અને રાજકોટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વ્યાસ સાહેબ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓએ સાઈબર ફ્રોડથી બચવા માટે શું સાવધાની રાખવી તેની જાણકારી આપી હતી. આ સ્નેહ મિલનમાં 70, 75 અને 80 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓના શાલ ઓઢાડીને વય વંદના કરવામાં આવી હતી. તેમજ નિવૃત્ત કર્મચારીઓના પૌત્ર, પૌત્રીઓને વિદ્યા પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનના આયોજનમાં પી. એચ. અઢિયાના માર્ગદર્શન પ્રમાણેપી. આર. રાઠોડ, એમ.વી.વાગડીયા તથા બી. આર. રાવલે કાર્ય કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિપ્રસાદ રાવલે કર્યું હતું.