30મી સુધી યોજાનાર આ કથામાં સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશેમોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ દ્વારા તા. 24-12-2024 મંગળવારથી તા. 30-12-2014 સોમવાર દરમ્યાન ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથામાં સવારે 9:00થી બપોરના 12:00 કલાક અને બપોરે 2:00 થી 5:00 કલાક દરમ્યાન વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેમાં સંતો- મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો તેમજ જુદા-જુદા મંડળો ઉપસ્થિત રહેશે.આ કથામાં ખાસ દર્શન રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગ નો પાટ અને ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25-12 2024ને બુધવારના રોજ શ્રી રામ પ્રાગટ્ય શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ, તા. 26-12-2024 ભક્તો માટે દર્શનનો સમય બપોરે 2:00 થી 6:00 સુધી, તા. 27 -12 -2024ને શુક્રવારના રોજ ભૈરવ ઉધ્ધાર, તારીખ 28- 12- 2024ને શનિવારના રોજ શ્રી રામદેવજી મહારાજના વિવાહ, તા. 29 - 12- 2024ને રવિવારના રોજ પાટનો મહિમા અને ગત ગંગાના ભક્તોની કથા તેમજ તા. 30-12-2024ને સોમવારના રોજ કથાના વિવિધ પ્રસંગો તથા કથા વિરામ થશે. ત્યારે આ કથાનો લાભ લેવા જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિક ભકતોને આમંત્રણ પાઠવ્યું છે.