સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે ત્રણ દરોડા પાડી ત્રણ આરોપી પકડી પાડ્યામોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ આરોપીઓને પકડી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં કુબેર ટોકીઝ પાછળ રહેણાંકમાંથી વિદેશી દારૂની 189 બોટલ સાથે એકને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ધ્રાંગધ્રાના શખ્સને ફરાર દર્શાવ્યો હતો.વિદેશી દારૂના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી પાસે રહેતા આરોપી અજિત બચુભાઇ બણોધરાના રહેણાંકમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની દારૂની 189 બોટલ કિંમત રૂપિયા 91,467 અને એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ 96,467નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામે રહેતો આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા આપી ગયાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી આરોપી મોહિત મુકેશભાઈ પરમાર નામના શખ્સને એક્સેસ મોટર સાયકલમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 696 સાથે પકડી લઈ 30 હજારના મોટર સાયકલ સહિત 30,696નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર રામચોક નજીકથી આરોપી યુસુફ મહમદભાઈ રતનીયા ઉ.20 રહે.કાલિકા પ્લોટ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે પકડી પાડ્યો હતો. આરોપીએ આ દારૂની બોટલ રોહિત જીવણદાસ દુધરેજીયા રહે.કાલિકા પ્લોટ વાળા પાસેથી મેળવી હોવાની કબુલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.